Friday, January 16, 2015

ધન સમૃદ્ધિ અપાવનારા વાસ્તુના 8 મંત્ર

ધન સમૃદ્ધિ અપાવનારા વાસ્તુના 8 મંત્ર

ઘર બનાવતી વખતે જાણા અજાણતા એવી ભૂલ થઈ જાય છે જેનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉભો થાય છે. જો ઘરનુ નિર્માણ વાસ્તુશાસ્ત્રીની સલાહથી કરાવો છો તો ઘર વાસ્તુ દોષથી મુક્ત થઈ શકે છે. પણ અનેક વાર ઘરની સાજ સજાવટ અને ઘરમાં મુકેલ સામાનોથી પણ વાસ્તુ દોષ ઉભો થાય છે. 
 
વાસ્તુ દોષની અસર કાયમ રહે છે પણ જે દિશામાં વાસ્તુ દોષ હોય એ દિશા સાથે સંબંધિત ગ્રહની દશા જ્યારે શરૂ થાય છે ત્યાર ઘરમાં રહેનારા વ્યક્તિને તેના ખરાબ પ્રભાવની અસર ભોગવવી પડે છે. 
 
વાસ્તુદોષ દૂર કરવા માટે અનેક ઉપાય છે જેમા અનેક ઉપકરણ. તંત્ર અને મંત્રનો સમાવેશ છે. અહી અમે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે વાસ્તુ દોષથી મુક્તિ મેળવી શકાય છે. 
 
ઈશાન દિશા મંત્ર 
ઈશાન દિશાના સ્વામી બૃહસ્પતિ છે. અને દેવતા છે ભગવાન શિવ. આ દિશાના અશુભ પ્રભાવને દૂર કરવા માટે નિયમિત ગુરૂ મંત્ર ૐ બૃં બૃહસ્પતયે નમ: મંત્રનો જાપ કરો. 
 
શિવ પંચાક્ષરી મંત્ર ઓમ નમ; શિવાયનો 108વાર જપ કરવાથી પણ લાભ થાય છે.  
 
પૂર્વ દિશા મંત્રનો લાભ 
 
ઘરના પૂર્વ દિશા વાસ્તુ દોષથી પીડિત છે તો તેને દોષ મુક્ત કરવા માટે રોજ સૂર્ય મંત્ર 'ઓમ હ્રા હીં હ્રૌ સ: સૂર્યાય નમ: ' નો જાપ કરો. સૂર્ય આ દિશાનો સ્વામી છે. 
 
આ મંત્રના જાપથી સૂર્યના શુભ પ્રભાવોમાં વધારો થાય છે. વ્યક્તિ માન-સન્માન અને યશ પ્રાપ્ત કરે છે. ઈન્દ્ર પૂર્વ દિશાનો દેવતા છે. રોજ 108 વાર ઈન્દ્ર મંત્ર 'ઓમ ઈન્દ્રાય નમ:' નો જાપ કરવો પણ આ દિશાના દોષને દૂર કરી દે છે. 

આ દિશામાં પાણીવાળી વસ્તુઓ હોય તો 
આગ્નેય દિશાનો સ્વામી શુક્ર અને દેવતા અગ્નિ છે. આ દિશામાં વાસ્તુ દોષ હોવાથી શુક્ર અથવા અગ્નિના મંત્રનો જાપ લાભપ્રદ હોય છે. શુક્રનો મંત્ર છે 'ઓમ શું શુક્રાય નમ:' 
 
અગ્નિનો મંત્ર છે 'ઓમ અગ્નેય નમ:' આ દિશાનો દોષથી મુક્ત રાખવા માટે આ દિશામાં પાણીની ટાંકી. નળ. શૌચાલય અથવા અભ્યાસ કક્ષ ન હોવો જોઈએ. 
 
માંગલિક દોષની સાથે વાસ્તુદોષથી મુક્તિ 
 
દક્ષિણ દિશાના સ્વામી ગ્રહ મંગળ અને દેવતા યમ છે. દક્ષિણ દિશામાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે નિયમિત ઓમ અં અગારકાય નમ: મંત્રનો 108 વાર જપ કરવો જોઈએ. 
આ મંત્ર મંગળના કુપ્રભાવને પણ દૂર કરી દે છે. 'ઓમ યમાય નમ:' મંત્રથી પણ આ દિશાનો દોષ સમાપ્ત થઈ જાય છે. 
 
રાહુના પ્રભાવથી બચાવે છે આ મંત્ર 
નેઋત્ય દિશાના સ્વામી રાહુ ગ્રહ છે. ઘરમાં આ દિશા દોષપૂર્ણ હોય અને કુંડળીમાં રહૌ અશુભ બેસ્યો છે તો રાહુની દશા વ્યક્તિ માટે ખૂબ કષ્ટકારી થઈ જાય છે. 
 
આ દોષને દૂર કરવા માટે રાહુ મંત્ર ઓમ રાં રાહવે નમ: મંત્રનો જાપ કરો. તેનાથી વાસ્તુ દોષ અને રાહુનો ઉપચાર પણ થઈ જાય છે. 
 
શનિના મંત્રથી વાસ્તુ શાંતિ 
 
પશ્ચિમ દિશાનો સ્વામી ગ્રહ શનિ છે. જ્યારે કે આ દિશાના દેવતા વરુણ દેવ છે. આ દિશામાં કિચન પણ ક્યારેય ન બનાવવુ જોઈએ. 
આ દિશામાં વાસ્તુ દોષ હોય તો શનિ મંત્ર ઓમ શં શનૈશ્ચરાય નમ: નો નિયમિત જપ કરો. આ મંત્ર શનિના કુપ્રભાવને પણ દૂર કરી નાખે છે.  
 
ચંદ્રના મંત્રથી વાસ્તુ દોષથી મુક્તિ 
 
વાયવ્ય દિશાના ગ્રહ સ્વામી ચંદ્રમાં છે. આ દિશા દોષપૂર્ણ હોવાથી મન ચંચળ રહે છે. 
ઘરમાં રહેનારા લોકોને શરદી ખાંસી અને છાતી સાથે સંબંધિત રોગથી પરેશાની થાય છે. આ દિશાના દોષને દૂર કરવા માટે ચંદ્ર મંત્ર ઓમ ચન્દ્રમસે નમ: નો જાપ લાભકારી હોય છે. 
 
વાસ્તુ દોષથી મુક્તિ અને ધન લાભ પણ 
ઉત્તર દિશાના દેવતા ધનના સ્વામી કુબેર છે. આ દિશા બુધ ગ્રહના પ્રભાવમાં આવે છે. આ દિશાના દૂષિત થતા માતા અને ઘરમાં રહેનારી સ્ત્રીઓને કષ્ટ થાય છે. 
 
આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવાનો હોય છે. આ દિશાને વાસ્તુ દોષથી મુક્ત કરવા માટે ઓમ બુધાય નમ કે ઓમ કુબેરાય નમ મંત્રનો જાપ કરો. આર્થિક સમસ્યાઓમાં કુબેર મંત્રનો જાપ વધુ લાભકારી હોય છે.

No comments:

Post a Comment