40 દિવસ સુધી મંગળ શનિ સાથે તુલામાં, કઈ રાશિને સૌથી વધુ ફળશે ?
તા. ૧૪ જુલાઇ ૨૦૧૪ થી ગ્રહ મંડળનો સૌથી વધુ ક્રુર અને માનવ શરીરમાં પરિભ્રમણ કરતા રકતસંચાર ઉપર જેનું આધિપત્ય છે તે મંગળ મિત્ર શુક્રની રાશિ તુલા રાશિમાંથી ભ્રમણ શરૂં કર્યું છે. આ ભ્રમણ તા. ૦૪ સપ્ટે. ૨૦૧૪ સુધી રહેશે. લગભગ પોણા બે મહિના જેટલો લાંબો ગાળો મંગળ તુલા રાશિમાં વીતાવશે. અહિ શનિ મહારાજ ગોચરમાં પોતાની ઉચ્ચ રાશિમાં પહેલેથી જ ભ્રમણ કરી રહ્યા છે અને હાલ વક્રી છે. શનિ-મંગળની આ યુતિ કેટલાક લાંબાગાળાનાં પરિણામોની કારક બનશે. મંગળ જાતકને સાહસીકતા અને હિંમત પ્રદાન કરે છે. બળવાન મંગળવાળા જાતકો લશ્કરી શિસ્તનાં આગ્રહી હોય છે. સમયપાલન એ એમનો મુખ્ય અને પ્રભાવી ગુણ બને છે. મંગળ પ્રધાન જાતકો ઉતાવળા, ક્રોધી અને પાતાનું ધાર્યુ કરવાવાળા તથા વાતવાતમાં ઉશ્કેરાટનો અનુભવ કરનાર, વારંવાર અને નાનીનાની બાબતોમાં ગુસ્સો કરનાર હોય છે. મંગળ જાતકને દ્રઢ નિર્ણયશકિત આપે છે. બળવાન મંગળવાળા જાતકો સરમુખત્યાર બને છે. લગભગ પચાશ દિવસ સુધી ભ્રમણ કરતો તુલા રાશિનો મંગળ બારે રાશિને કેવા ફળો આપશે તે વિગતવાર જોઇશુ.
આગળ વાંચો બારેય રાશિ ઉપર મંગળની કેવી-કેવી અસર રહેશે....
મેષ રાશિ :
સાતમાં ભાવેથી થઇ રહેલું તુલા રાશિમાં મંગળનું ભ્રમણ તમારા દાંપત્યજીવનમાં કેટલીક સમસ્યાઓનો સંકેત આપે છે. ઓપોઝીટ સેકસમાં અચાનક તમારી રૂચી વધવાનાં કારણે તમે માનસિક રીતે પણ હેરાનગતિનો અનુભવ કરશો. અહિ તમારે ભાગીદારી ધંધા અને વ્યવસાયમાં પણ આક્રમક રૂખ અપનાવવાનાં કારણે પરેશાની થઇ શકે છે. તમારી મહેનતનું પુરૂં વળતર મળી રહેવાનાં કારણે તમે એક પ્રકારનાં આત્મસંતોષની લાગણીનો અનુભવ કરી શકશો. તમારી મહેનત લેખે લાગશે, કામનાં પ્રમાણમાં વળતર સારૂં મળશે. તમારી કાર્યક્ષમતામાં વૃઘ્ધિ થતી માલુમ પડશે.
વૃષભ રાશિ :
છઠ્ઠા ભાવેથી થઇ રહેલું તુલા રાશિમાં મંગળનું ભ્રમણ તમારી શારિરીક સમસ્યામાં વૃઘ્ધિ કરશે. અહિ રકતસંચારનાં દર્દોથી કષ્ટ થવાની સંભાવના વ્યકત થઇ રહી છે. બી.પી. માં થઇ રહેલી વધઘટ ચિંતાનું કારણ બની શકે છે. ઉતાવળો અને ઉશ્કેરણીનજક સ્વભાવ તમને વધુ સમસ્યાગ્રસ્ત બનાવશે. બારમાં ભાવે મંગળની દ્રષ્ટિ આર્થિક સ્થિતીને અસમતોલ અને અસ્થિર બનાવશે. આ સમયમાં તમારા યશ, પ્રતિષ્ઠા અને પ્રશંસામાં વૃઘ્ધિ થવાનાં કારણે તમે પાંચમાં પુછાશો. આ સ્થિતી તમારી સામાજીક સ્થિતીને વધુ બળવત્તર બનાવશે. કૌટુંબિક બાબતોમાં પણ તમારી લાગણી સચવાઇ રહે એવું વાતાવરણ બની રહેશે.
મિથુન રાશિ :
પાંચમાં ભાવેથી થઇ રહેલું તુલા રાશિમાં મંગળનું ભ્રમણ એન્જીનયરીંગ અને યાંત્રીક વિદ્યાશાખામાં અભ્યાસ કરતા અને આ જ ક્ષેત્રમાં સંશોધન કરી રહેલા જાતકો માટે શ્રેષ્ઠ ફળોનો કારક બનશે. તમારા આત્મવિશ્વાસ અને તમારી સાહસિકતામાં વૃઘ્ધિનો કારક બનશે. સ્વગૃહી રાશિ હોવાથી તમારી બુઘ્ધિક્ષમતાનો પરચો આપી શકાય એવી કેટલીક મહત્વની તકો મળશે. જન્મનો શુક્ર નર્બિળ થયો હોય તો આ રાશિનાં જાતકોએ ચોખા બાફીને એમાં મધ ભેળવીને હથેળીમાં રાખીને ગાયને ખવડાવવી.
કર્ક રાશિ :
ચોથા ભાવેથી થઇ રહેલું તુલા રાશિમાં મંગળનું ભ્રમણ તમારા મિજાજને અનુરૂપ નહિ બને. હવાઇ કિલ્લા રચવામાં માહેર બનશો. વાસ્તવીક સ્થિતીનો અંદાજ મેળવવા માટે જન્મનાં ગ્રહોનો સથવારો જરૂરી બનશે. કર્ક રાશિનાં જાતકો અત્યારે શનિ મહારાજની નાની અઢી વર્ષની પનોતિની અસર હેઠળ ચાલી રહ્યા છે. આ સમય દરમીયાન માતાની, સાસુની અને અન્ય વયસ્ક સ્ત્રી સગાઓનાં સ્વાસ્થયની કાળજી રાખવી. દર મંગળવારે ।। ઓમ્ ગં ગણપતિયૈ નમ : ।। આ મંત્રની માળા કરવાથી રાહત અને સુખની લાગણીનો અનુભવ થતો માલુમ પડશે.
સિંહ રાશિ :
ત્રીજા ભાવેથી થઇ રહેલું તુલા રાશિમાં મંગળનું ભ્રમણતમારા પરાક્રમમાં વૃઘ્ધિનું કારક બનશે. તમારી મહેનતનું યથાયોગ્ય સ્વરૂપમાં ફળ મળવાનાં કારણે તમે ખુશમીજાજ રહી શકશો. અહિ ભાઇ-ભાંડુઓ સાથેનાં વ્યહવારોમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ઉભી ન થાય તેની કાળજી રાખવી. મંગળનું આ ગોચરનું ભ્રમણ તમારી ભૌતિક અને દુન્યવી સુખ, સંપત્તિ અને સગવડતાઓમાં વૃઘ્ધિ કરશે. વધુ વૈભવશાળી જીવનશૈલી અપનાવી શકશો. આ રાશિનાં યુવાનો પોતાની બેરોજગારીનો હલ મેળવશે. સારી નોકરીની ઓફર થવાની શકયતા ઉજળી બને છે.
કન્યા રાશિ :
બીજા ભાવેથી થઇ રહેલું તુલા રાશિમાં મંગળનું ભ્રમણ પારિવારીક બાબતોમાં કલહ અને કંકાસનો નિર્દેશ કરે છે. અહિ ।। ઉતાવળા સહુ બહાવરા અને ધીરા સહુ ગંભીર ।। એ વાતને તમારે તમારા વ્યહવાર અને વર્તનમાં ઉતારવી જરૂરી બનશે. જેટલી ઉતાવળ કરશો એટલું કામ બગડશે. તમારા કુટુંબીજનો તમારાથી કોઇ કારણ વગર નારાજ રહે એવી સંભાવના વ્યકત થઇ રહી છે. આર્થિક બાબતોમાં વર્તમાન સ્થિતીને જાળવી રાખવા માટે તમારે કેટલીક વધારાની મહેનત કરવી પડશે.
તુલા રાશિ :
પ્રથમ ભાવેથી થઇ રહેલું તુલા રાશિમાં મંગળનું ભ્રમણ તમારા આત્મવિશ્વાસમાં વૃઘ્ધિનું કારક બનશે. તમારા મગજનું ટેમ્પરેચર ઉંચુ રહેવાની સંભાવના નકારી શકાતી નથી. પનોતિનાં આ સમયમાં તમારી મહેનતનું યથાયોગ્ય પ્રમાણમાં વળતર મળી રહે, તમે જે કામ કરી રહ્યા છો એમાં કેટલાક લાંબા સમયથી અધુરા રહેલા કાર્યો પુરા થાય, વિસ્તૃતિકરણ અને વિકાસ માટેનાં આયોજનો શરૂં કરી શકો એવી સંભાવના ઉભી થાય. નિર્ણયો લેઇ શકવાનું સ્વાતંત્ર્ય મળે એવી સંભાવના છે.
વૃશ્ચિક રાશિ :
બારમાં ભાવેથી થઇ રહેલું તુલા રાશિમાં મંગળનું ભ્રમણ શારિરીક બાબતોમાં કેટલીક પ્રતિકૂળતાઓનો અનુભવ કરાવે એવી સંભાવના અહિં વ્યકત થઇ રહી છે. પચાસ દિવસનાં આ સમય દરમીયાન દર મંગળવારે ૩૨પ ગ્રામ ગોળ ગણપતી નાં મંદિરે ધરવો તથા આ રાશિનાં જાતકોએ ।। ઓમ્ એકદન્તાય નમ : ।। મંત્રની દરરોજ સવારે ૧ માળા કરવી. માતાની સેવા કરતી અને દરરોજ તેમના આશીર્વાદ લઈકામે નિકળવું દરેક કામમાં સફળતા પ્રાપ્ત થતી જશે.
ધન રાશિ :
અગીયારમાં લાભ સ્થાનેથી ભ્રમણ કરતો ગોચરનો મંગળ તમારી ભૌતિક સંપત્તિમાં વૃઘ્ધિનો કારક બનશે. આ સમયમાં તમારી જીવનશૈલી વધુ ખર્ચાળ અને વભવશાળી બને તો નવાઇ નહિ ..સાંસારિક જીવનની કેટલીક મધુર ક્ષણોનો અહેસાસ કરાવશે. તમે તમારી આસપાસનાં વાતાવરણમાં ફેરફારનો અનુભવ કરશો. અહિ તમે તમારા પરિવારજનોનાં વાણી વ્યહવાર અને વર્તનમાં થઇ રહેલા ફેરફારને સમજી નહિ શકો. તમારા માટે શું શુભ છે ?.. એ સમજવાનો પ્રયાસ નિષ્ફળ રહેશે.
મકર રાશિ :
દશમાં ભાવેથી ભ્રમણ કરતો તુલા રાશિનો મંગળ તમારા કર્મ અને પિતા ભાવેથી ભ્રમણ કરતો હોવાથી આ સમયમા તમે તમારા વિરોધીઓ, શત્રુઓ અને પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવવાનાં તમારા પ્રયાસોમાં સફળતા મેળવશો. તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો એ ક્ષેત્રમાં તમારી ચાહના અને લોકપ્રિયતામાં વૃઘ્ધિ થતી માલુમ પડશે. આ માસમાં તમારી નોકરીનાં ક્ષેત્રમાં પણ કેટલુક પરિવર્તન થવાની આશંકા વ્યકત થઇ રહી છે. આ માસમાં તમારી નોકરીનાં ક્ષેત્રમાં પણ કેટલુક પરિવર્તન થવાની આશંકા વ્યકત થઇ રહી છે.
કુંભ રાશિ :
નવમા ભાવેથી ભ્રમણ કરતો તુલા રાશિનો મંગળ તમારા ભાગ્યભાવેથી ભ્રમણ કરતો હોવાથી આ સમયમા તમે તમારા ભાગ્યનાં ઉદયને સબંધીત કેટલીક મહત્વની તકો પ્રાપ્ત કરશો. જન્મનાં ગ્રહોનો સાથ મળશે તો એ તકને તમે આર્થિક લાભમાં પરિવર્તીત કરી શકશો. સંતાનદિક પ્રશ્નોમાં સમાધાન મેળવી શકશો. ઉચ્ચ અભ્યાસ સાથે સંકળાયેલા સંતાનો પોતાનાં ક્ષેત્રમાં સફળ થશે. વયસ્ક સંતાનોનાં વૈવાહિક કાર્યોમાં પ્રગતિ થવાની શુભ શરૂઆત થતી માલુમ પડશે. પૂર્વ જન્મનાં સંચિત કર્મોનું શુભ ફળ પ્રાપ્ત થતુ જણાશે. આકસ્મીક ધન લાભ થવાની સંભાવના નકારી શકાતી નથી.
મીન રાશિ :
આઠમાં ભાવેથી ભ્રમણ કરતો તુલા રાશિનો મંગળ આયુષ્ય ભાવેથી ભ્રમણ કરે છે. આ સમયમાં આરોગ્યની કાળજી રાખવાની સલાહ છે. લગ્નજીવનમાં પણ મતભેદોની સંખ્યા વધતી જણાશે. નાની નાની વાતોમાં થઇ રહેલો ઝઘડો તમારા સંસારને સળગતો રાખશે. શાસ્ત્રકારો આઠમાં મંગળનાં ગોચરનાં ભ્રમણને શુભત્વનું કારક માનતા નથી. તમને સંતાપ અને કારણ વગરની બેચેનીનો અનુભવ કરાવશે. આ માસ દરમ્યાન ગણેશ ઉપાસના કરવી, દરરોજ સવારે ગણપતિ અથર્વશીષનો એક પાઠ કરવો. તથા દર મંગળવારે યથાશકિત ગોળ અને મસુરની દાળનું દાન આપવું.
No comments:
Post a Comment